રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટી માહિતી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં TPOની નોકરી કરતા એમ.ડી સાગઠીયાની કરોડોની મિલકત હોવાનું સામે આવ્યું છે. એસીબી દ્વારા TPO સાગઠીયાની પૂછપરછ બાદ અનેક જગ્યા પર તપાસ શરુ કરી દેવામાં આવી છે. રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ચોરડી નજીક કરોડોની કિંમતની જમીન TPOની નોકરી કરતા એમ.ડી સાગઠીયાની હોવાની માહિતી બહાર આવી છે. જો કે 70 હજારના પગારદાર પાસે આટલી બધી મિલ્કત આવી ક્યાંથી તે પણ એસીબી માટે તપાસનો વિષય બન્યો છે. ચોરડી નજીક સર્વે નં 243માં આ જમીન આવેલ છે. આ જમીન ભાવનાબેન મનસુખભાઈ સાગઠીયા નામે છે જ્યાં પેટ્રોલ પંપ બનાવવામાં માટે બાઉન્ડ્રી મારવામાં આવી છે. તેમજ પાછળની જગ્યા પર સાગઠીયાની જમીન હોવાનું માનવામાં આવે છે. જમીનના સર્વે નંબરની વિગતો સામે આવી આવતા જ ACB દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

