રાજકોટ શહેરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના લાતી પ્લોટ શેરી નંબર 4માં મોટી ઘટના સર્જાઈ છે. ગોડાઉનની દિવાલ ધરાશાઈ થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે. દિવાલ ગોડાઉનની બાહર રહેલા આઈસર ટ્રક પર પડી હતી. આ આઈસરમાં બેઠેલા બે શખ્સો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક મજૂર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય શખ્સોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

