સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રીક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે કહ્યું તમારું પાર્સલ આવ્યું છે. યુવાને પાર્સલ લઈ લીધું હતું. યુવાને ઘરમાં પાર્સલ જેવું ખોલ્યું તો તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. બ્લાસ્ટ એ હદે ભયનાક હતો કે મૃતકનું શરીર ક્ષતિગ્રસ્ત થયું હતું.

