સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાય છે. મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

