સુરતના ઉધોગ સાહસિકોના ઉદ્યોગ- વ્યાપારને વિકાસની પાંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટ ની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

