ઉત્તરાયણ એ આનંદ અને ઉત્સવનો તહેવાર છે પરંતુ કેટલાક બાળકો પતંગ લૂટવાની હાયમાં ઘણીવાર જોખમમાં મુકાય છે તેમજ ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવે છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક 11 વર્ષનો બાળક પતંગ ઉતારવા માટે વીજપોલ ચડતાં તે બળીને ભડથું થઈ ગયો હતો. ત્યારે દાહોદમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાઇવે ઉપર પંતગ લુટવા ગયેલ બાળક ટ્રકની અડફેટે આવતા તે ગંભીર રીતે ઘાયલ થયેલ છે.

