સુરતમાં શરૂ થયેલી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમથી લોકોને ઠેર ઠેર હાલાકી પડતી હોવાની બૂમ ઉઠી છે. ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગસાઈડ જવા મજબૂર બન્યા છે. જેથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરવામાં આવી છે.

