સુરત સહિત સમગ્ર રાજ્યમાં એકાએક થતાં મોતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં યોજવામાં આવેલ પટણી સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ ઢળી પડ્યો હતો. મકસુદ અહમદભાઈ બુટવાલાનું ચાલુ મેચ દરમિયાન ઢળી પડતાં મોત નીપજ્યું હતું. ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો સામે આવ્યો છે. રાંદેર ખાતે આવેલા સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. રમત દરમિયાન અચાનક ઢળી પડવાનો આ વીડિયો જોઈ સો કોઈ ચોંકી જાય છે. મૃતક મકસુદભાઈ મોન્ટુ સર નામથી ઓળખાતા હતા. તેઓ પોતાનું ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. અચાનક મોતની ઘટના બની જતા પરિવાર શોકમાં ગરકાવ થયું હતું.

