
મહાકુંભના સમાપન આડે અઠવાડિયું બાકી છે. ત્યારે ભીડ 3 ગણી વધી રહી છે. પ્રયાગરાજમાં ટ્રેનો માટે સ્લોટ ઉપલબ્ધ નથી. જેથી ઉત્તર મધ્ય રેલવેએ તમામ ઝોનને પત્ર લખીને ટ્રેનો રદ કરવા કે ડાયવર્ટ કરવા અપીલ કરી હતી. જેથી દેશની 17 મેલ એક્સપ્રેસની કેટલીક ટ્રિપ રદ કરાઈ હતી. જેમાં તાપ્તીગંગા, અમદાવાદ-બરૌની સહિત 6 ટ્રેનોની 12 ટ્રિપનો સમાવેશ થાય છે.હાલમાં 35 હજારથી વધુ યાત્રીઓ અટવાઈ ગયા છે.
18 ટ્રેનો રદ્
દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડ અને પટણામાં ટ્રેનોની તોડફોડને કારણે પ્રયાગરાજ આવતી ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા દેશભરમાંથી અનેક મોટી ટ્રેનો રદ કરાઈ હતી અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.18 ટ્રેનો રદ , 19 ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર,04 ટ્રેનો ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી, આગળ અને પાછળ એન્જિન સાથે 10 ટ્રેનો (ઊલટાવવામાં સમય બચાવવા માટે)
યાત્રિકોને રિફંડ મળશે
19 ફેબ્રુઆરીએ સુરતથી ઉપડતી તાપ્તી ગંગા અને અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ કરાતાં લગભગ 3500 શ્રધ્ધાળુઓની મુસાફરી અટકી પડી છે, જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ સુરત આવતી તાપ્તી ગંગા અને બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ કરવામાં આવતાં લગભગ 3500 મુસાફરોને પણ અસર થઈ હતી. આમ, કુલ 7 હજાર લોકોની મુસાફરી રદ કરવાની નોબત આવી હતી. જો કે, રેલવે દ્વારા તેમને ટિકિટનાં નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મળી જશે.