
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ટાઉનમાં નોકરી કરવા જતી યુવતીને યુવકે 15 જેટલા ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીને હત્યાને લીધે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસની સઘન તપાસમાં મૃતક યુવતીએ આરોપીને અપશબ્દો કહેતા યુવકે હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ માગવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, યુવતીના હત્યારાને પોલીસે પોતાની આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં 19 વર્ષીય ગરીબ યુવતી જે નોકરી જઈ રહી આ દરમ્યાન આરોપી યુવકે તેની પાસે જઈને રકઝક કરી કમરમાં સંતાડેલી તીક્ષ્ણ છરીના 15 ઘા ઝીંકી યુવકીની કરપીણ હત્યા કરી નાખી હતી. યુવતીની હત્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, અંતે પોલીસ એક્શનમાં આવીને પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માગવાની તજવીજ હાથ ઘરી હતી. આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.