Surendranagar News: સુરેન્દ્રનગર લોકસભાના પૂર્વ સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા દ્વારા ૧૮૧ અભયમની ટીમ સાથે ગેરવર્તન કર્યાનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ૧૮૧ની ટીમને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતા જિલ્લાભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

