સાંસારિક મોહ-માયાને કારણે મનુષ્યે મારે શુ કરવું ? અને શું ન કરવું? એવી દુવિધામાં ફસાઈ ન કર્તવ્યચ્યુત થઈ જાય છે. આવી અસમંજસ સ્થિતિએ, સાચો રસ્તો દેખવા મળે, શાન મળે, પોતાના કર્તવ્યનું ભાન થાય, પોતાના જીવનનું ધ્યેય જોવા મળે... તે ગુરૂતત્ત્વ છે. આ ગુરૂ તત્ત્વ કોઈ સમર્થ વ્યક્તિ કે શાસ્ત્ર દ્વારા પ્રગટ થાય... તેને પોતાનો ગુરૂ માનવો જોઈએ.

