Home / World : Hamas ready for peace with conditions

'યુદ્ધ રોકી દો, તમામ બંધકોને મુક્ત કરીશું', હમાસ શરતો સાથે સમાધાન માટે તૈયાર

'યુદ્ધ રોકી દો, તમામ બંધકોને મુક્ત કરીશું', હમાસ શરતો સાથે સમાધાન માટે તૈયાર

ઇઝરાયેલની આક્રમક કાર્યવાહી બાદ હમાસે શરતોને આધિન ગાઝામાં ચાલતા યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હમાસે કહ્યું કે, યુદ્ધ સમાપ્ત કરો અમે તમામ બંધકોને મુક્ત કરીશું. આ નિવેદન હમાસના સીનિયર અધિકારી ખલીલ અલ હય્યાએ એક ટીવી ભાષણમાં આપ્યું છે. આ પ્રસ્તાવને ગાઝામાં દોઢ વર્ષથી વધુ સમયથી ચાલતા સંઘર્ષને ખતમ કરવાની દિશામાં એક સંભવિત પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હમાસનો પ્રસ્તાવ

હમાસના સીનિયર અધિકારી ખલીલ અલ હય્યાએ કહ્યું, "અમે એક વ્યાપક સમજૂતિ માટે તૈયાર છીએ જેમાં તમામ ઇઝરાયેલી બંધકોને છોડવા, ઇઝરાયેલમાં કેદ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા, ગાઝા યુદ્ધનો અંત અને વિસ્તારના પુનનિર્માણની શરૂઆત સામેલ હોય'. જોકે, હમાસે સ્પષ્ટ કર્યું કે તે ઇઝરાયેલની તે માંગને સ્વીકાર નહીં કરે જેમાં તેમને પોતાના હથિયાર નાખવા પડશે. અલ હય્યાએ ઇઝરાયેલના 45 દિવસના અસ્થાઇ યુદ્ધવિરામના પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે જેમાં હમાસના હથિયાર નાખવાની શરત સામેલ હતી.

હમાસે એમ પણ કહ્યું કે, કોઇ પણ સમજૂતિ સ્થાઇ યુદ્ધવિરામ, ઇઝરાયેલી સેનાની પૂર્ણ વાપસી અને ગાઝાના પુનનિર્માણની ગેરંટી પર આધારિત હોવો જોઇએ. એક સીનિયર પેલેસ્ટાઇન અધિકારીએ કહ્યું, "ઇઝરાયેલનો નવો પ્રસ્તાવ યુદ્ધને પુરી રીતે સમાપ્ત કરવાની જાહેરાત નથી કરતો માત્ર બંધકોને પ્રાપ્ત કરવા માંગે છે."

2023થી ચાલી રહ્યો છે સંઘર્ષ

આ યુદ્ધ 7 ઓક્ટોબર 2023માં શરૂ થયો હતો જ્યારે હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર એક આશ્ચર્યજનક હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના અધિકારીઓ અનુસાર 1200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જવાબમાં ઇઝરાયેલે ગાઝા પર સૈન્ય અભિયાન શરૂ કર્યુ હતુ જેમાં ગાઝા સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધી 51,000થી વધુ પેલેસ્ટાઇની માર્યા ગયા હતા. હમાસનું કહેવું છે કે વર્તમાનમાં તેમની પાસે 59 બંધક છે જેમાં 24ના જીવિત હોવાની આશા છે.

 

Related News

Icon