ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ ૧૨ એપ્રિલના રોજ સવારે ૦૩:૨૧ વાગ્યે શરૂ થશે અને ૧૩ એપ્રિલે સવારે ૦૫:૫૧ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં હનુમાન જયંતિ 12 એપ્રિલે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા મળે છે. જો તમે લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે હનુમાન જન્મોત્સવ પર કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો.

