દેશમાં જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ પાણીની માંગ પણ વધી રહી છે અને આવી ઋતુમાં પાણીએ બે રાજ્યોના રાજકીય તાપમાનમાં પણ વધારો કર્યો છે. ચંડીગઢથી દિલ્હી સુધી બેઠકોની શ્રેણી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંડીગઢમાં પંજાબ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પણ દિલ્હીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવોની એક બેઠક બોલાવી છે. ગૃહ સચિવની બેઠકમાં ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)ના વડા મનોજ ત્રિપાઠી અને જળ શક્તિ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર છે.

