શું તમે જાણો છો, દુનિયાભરમાં લાખો લોકો તેમના દરેક શ્વાસ સાથે સંઘર્ષ કરે છે? હા, આજે એ દિવસ છે જ્યારે આપણે તેમનો અવાજ બનીએ છીએ - વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day). જે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે ઉજવવામાં આવતો આ દિવસ માત્ર એક તારીખ નથી પણ એક ખાસ પ્રસંગ છે, જે આપણને અસ્થમાની સમસ્યાથી પીડાતા લોકોના પડકારો અને આશાઓ સાથે જોડે છે. આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) આજે એટલે કે 6 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો આપણે તેના ઈતિહાસ, મહત્ત્વ અને આ વર્ષની ખાસ થીમ વિશે જાણીએ.

