- હાઈ બીપી માત્ર વૃદ્ધોમાં જ નહીં યુવાનો અને બાળકોમાં પણ હોય
- હાયપરટેન્શનનું નિદાન થયું હોય અને બીપી નિયમિતપણે ન મપાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. નિયમિતપણે બીપી ચેક કરવાથી આરોગ્યની અનેક સમસ્યાની આગોતરી જાણ થઈ શકે, સમયસર એનો ઉપચાર કરાય અને સ્વસ્થ રહેવાય.
શરીરમાં ફરતા લોહીનું ધમનીઓની દિવાલ પર દબાણ થાય એને બ્લડ પ્રેશર(બીપી) કહે છે. હ્રદય રુધિરાભિસરણ વ્યવસ્થા દ્વારા રક્તનું પમ્પિંગ કરે તેથી આ દબાણ પેદા થાય છે. બીપી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. બીપીને બે ભાગમાં જોવામાં આવે છે; એક, સિસ્ટઓલિક, હ્રદય લોહીનું પમ્પિંગ કરે તે વખતનું પ્રેશર, બીજું તે ડાયસ્ટોલિક, હૃદય આરામ કરે તે સમયનું પ્રેશર.

