કોઇપણ પ્રકારની લેખિત અરજી કે માંગણી વિના જ પત્નીની તરફેણમાં શું Family Court કાયમી ભરણપોષણ માટેની રકમ નક્કી કરી શકે? અથવા તો શું ભરણપોષણ માટેના કાયમી મુદ્દા નિર્ણિત કર્યા વિના કે, પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના ભરણપોષણની રકમ કોર્ટ નક્કી કરી શકે? એ મતલબના કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરતાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે નકારમાં જવાબ આપ્યો છે. હાઈકોર્ટે પત્ની તરફથી આવી કોઇ લેખિત અરજી વિના કે પુરાવાના મૂલ્યાંકન વગર જ ફેમીલી કોર્ટ દ્વારા પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા અંગેના Family Court ના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો.

