Home / Gujarat / Valsad : Defects found in 16 schools, notices issued

Valsad News: 16 શાળાઓમાં ક્ષતિઓ મળી, નિયમોનું પાલન ન કરતી શાળાઓને ફટકારાઈ નોટિસ

Valsad News: 16 શાળાઓમાં ક્ષતિઓ મળી, નિયમોનું પાલન ન કરતી શાળાઓને ફટકારાઈ નોટિસ

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. ત્યારે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગત વર્ષે શાળાઓનું વિસ્તૃત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 16 શાળાઓમાં વિવિધ ક્ષતિઓ મળી આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શાળાઓમાં ખામીઓ જોવા મળી

શિક્ષણ વિભાગે સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન શાળાઓમાં નિયમોનું પાલન, શિક્ષકોને સમયસર પગાર ચુકવણી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં અનેક ખામીઓ જોવા મળી હતી. 

ક્ષતિઓ દૂર કરવા આદેશ

આ ક્ષતિઓના કારણે શિક્ષણ વિભાગે 16 શાળાઓને નોટિસ પાઠવી છે. શાળાઓને તાત્કાલિક ધોરણે આ ક્ષતિઓ દૂર કરવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાઓને ટેક્નિકલ સહિતની તમામ ક્ષતિઓ દૂર કરવા આદેશ આપ્યો છે. આગામી દિવસોમાં આ શાળાઓમાં સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

 

 

Related News

Icon