Sabarkantha News: ગુજરાતમાંથી સતત મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં સાબરકાંઠામાંથી મારામારીની ઘટના સામે આવી રહી છે, જેમાં બે જૂથ વચ્ચેની માથાકૂટને થાળે પાડવા માટે આવેલી પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. તલોદના હરસોલ બજારમાં પોલીસ ઉપર હુમલાની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે, બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં બે જૂથ વચ્ચેનો મામલો થાળે પાડવા માટે પોલીસ પહોંચી હતી. પરતું મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તા પર જ ટોળાએ પોલીસને ઢોરમાર માર્યો હતો. બજારમાં થયેલી અથડામણમાં છ લોકો ઘાયલ થયા હતા. બેને વધુ ઇજા થતાં તેમને હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના મામલે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.