Home / : Want to remember information but can't? Then know how to improve memory

Shatdal: માહિતી યાદ રાખવી છે પણ યાદ રહેતી નથી? તો જાણો યાદશક્તિ કેવી રીતે વધારી શકાય

Shatdal: માહિતી યાદ રાખવી છે પણ યાદ રહેતી નથી? તો જાણો યાદશક્તિ કેવી રીતે વધારી શકાય

- અધ્યયન

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- વિદ્યાર્થીથી શરૂ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને હોમમેકર સુધી પ્રત્યેકને અનેક પ્રકારની માહિતી યાદ રાખવી હોય છે પણ યાદ રહેતી નથી 

આજનો જમાનો ડેટાનો યુગ છે. દરેક વ્યક્તિએ અનેક પ્રકારની માહિતી કે ડેટા યાદ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીથી શરૂ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને હોમમેકર સુધી પ્રત્યેકને અનેક પ્રકારની માહિતી યાદ રાખવી હોય છે પણ યાદ રહેતી નથી તો કેવી રીતે યાદશક્તિ વધારી શકાય તેના માટે ઇફેક્ટિવ ટિપ્સ ડિસ્કસ કરીએ.

ભુલવું એ મનની પ્રકૃતિ છે. મનોવિજ્ઞાની એબિંગહાઉસે તેનો ખુબ સુંદર અભ્યાસ કરી 'ફરગેટિંગ કર્વ' તૈયાર કર્યો છે. તે એમ કહે છે કે તમે જે કાઈ વાંચો છો કે ઓડિયો/વિડિયો લેક્ચર એટેંડ કરો છો તેમાંથી ૨૫% માહિતી તો ઇસ્ટંટલી બાષ્પીભવન થાય છે. જેમ કે તમે હાલ આ આર્ટિકલ વાંચી રહ્યા છો અને તરત ભુલી પણ રહ્યા છો. ૧ કલાક બાદ ૫૬% માહિતી બાષ્પીભવન પામશે ! ૧ દિવસ બાદ એટલે કે આવતીકાલે માત્ર ૩૩% યાદ હશે. ૬ દિવસ પછી માત્ર ૨૫% જ માહિતી યાદ હશે. તો આ સમસ્યાનો ઇલાજ શો ?

'ઇટ સ્લીપ રીડ રીપીટ' :

જો તમે આ માહિતી યાદ સારી રીતે રાખવા માંગો છો તે તેનું અનેક વખત યોગ્ય સમયે રિવિઝન કરવું પડે. વાચીને નોટ્સ બનાવ્યા બાદ પ્રથમ રિવિઝન તરત જ કરવું. બીજુ રિવિઝન ૧ દિવસ બાદ ત્રીજુ ૧ અઠવાડિયા બાદ ચોથું ૧ મહિના બાદ અને છેલ્લું પરીક્ષાના એક મહિના પહેલા કરવું જોઇએ. કોઇપણ બાબત શિખવા માટે ઓછા ડયુરેશનના મલ્ટિપલ સેશન વધુ લાભદાયી છે. એક પણ લાંબા સેશનથી ઓછું શીખી કે યાદ રાખી શકાય છે. મગજની અંદરના ન્યુરોનલ નેટવર્ક કે જેને તબીબી પરિભાષામાં સાયનાપ્સ કહેવાય છે તે સતત વિકસતું નેટવર્ક છે ઓછા સમયના મલ્ટિપલ સેશન શિખવા કે યાદ રાખવા વધુ લાભદાયી છે.

મિયર એક્સ્પોઝર :

જો કોઇ ફેક્ટ જે તમારે યાદ રાખવી છે તે અનેકવાર જો તમારી આંખ સામેથી પસાર થશે તો યાદ રહી જશે. મોટા અવાજે વારેવારે રિપિટ કરવાથી યાદ રહી જશે. જ્યા તમે અભ્યાસ કરો છો એ સ્ટડી ટેબલ સામે કે તમારા રૂમની દિવાલ પર યાદ રાખવા જેવી વિગતો કાગળ પર લખી ચોંટાડી દો. બને તો ચાર્ટ/ડાયાગ્રામ દ્વારા ચિત્રાત્મક પ્રેઝેંટેશન કરો. દિવસમાં અનેક વખત એક્સ્પોઝરને લીધે યાદ રહી જશે અને જો પરફેક્ટલી યાદ ન પણ હોય તો પણ ઓપ્શનમાંથી તમે સારી રીતે શોધી શકશો.

જ્ઞાન વહેંચવાથી વધે છે :

બીજાને શિખવાડવું એ યાદ રાખવાની શ્રેષ્ઠ કળા છે. તમારા ગ્રુપમાં એકબીજા સાથે ડિસ્કસ કરો. તમને જે આવડે છે તે તમારા ગુ્રપમાં બીજાને શિખવાડો તો તમને સારી રીતે રિવાઇઝ પણ થશે અને યાદ રહી જશે.

ન્યુમોનિક્સ : 

ન્યુમોનિક્સ બનાવી જેતે ફેક્ટને ઝડપથી રાઇટ સિક્વન્સમાં યાદ રાખી શકાય. જેમ કે મેઘધનુષના રંગો માટે 'વિબ્ગ્યોર' કે જાનીવાલીપિનારા બધાને ખ્યાલ હોય છે તેમ તમારે જે વિગતો યાદ રાખવી હોય તેના માટે કોઇ ન્યુમોનિક્સ બનાવવું. મગજ એ લોજીકલ કરતા ઇન-લોજીકલ બાબતોને વિશેષ યાદ રાખી શકે છે. કોઇ રિધમ મળે તેવા રાયમિંગ ન્યુમોનિક્સ તૈયાર કરવા તો એક લઢણમાં તેને સહેલાઇથી યાદ રાખી શકાય.  

ચેકીંગ :

મગજ લામ્બી વિગતોને યાદ રાખી શકતું નથી. એક સાથે ૭ (ઓછામાં ઓછા ૫ અને વધુમાં વધુ ૯) વિગતોને યાદ રાખી શકે છે. આથી લામ્બી વિગતો યાદ રાખવા માટે તેને નાના ટુકડા કે ચન્કમાં ડિવાઇડ કરો. જેમ કે મોબાઇલ નંબર કે બેંક એકાઉન્ટ નમ્બર કે પાસવર્ડ ૧૦ કે તેથી વધુ આંકડાના હોય અને ઝડપથી યાદ ન રહે આથી ૨-૩ આંકડાના ચેક બનાવી તેને સિક્વંસ બનાવી યાદ રાખો. જો કે, માહિતીને આપણે પર્સનલી મહત્વની માનીએ છીએ તે ઝડપથી યાદ રહે છે જેમ કે પરિવારજનોના મોબાઇલ નમ્બર વગેરે ઓછી મહેનતથી યાદ રહે છે. 

મેમરી પેલેસ અથવા મેથડ ઓફ લોકાઈ તરીકે ઓળખાતી ટેકનિક પણ યાદ રાખવા માટે અક્સીર છે. તેને સમજવા માટે ઓનલાઈન સર્ચ કરીને વધુ માહિતી મેળવી શકો.

આ ઉપરાંત ફુડહેબીટ્સ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જંકફુડથી દૂર રહો. બદામ, આમ્બળા વગેરે યાદશક્તિ માટે અક્સીર છે. જેટલા વધુ ખુશ હશો સ્વસ્થ હશો તેટલું વધુ અને ઝડપી યાદ રાખી શકશો.

 - હિરેન દવે

Related News

Icon