Home / : Sahiyar: Try this

Sahiyar: અજમાવી જૂઓ

Sahiyar: અજમાવી જૂઓ

 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
  • વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો.
  • સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો, આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી.
  • ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી. ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.
  • ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે
  •  હળદર અને ચંદન ઘસીને ચહેરા પર  ચહેરો ચમકીલો બને છે. 
  •  કોલીફ્લાવરને છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. એ કલાક બાદ ધોવું તેમાં ઝીણી જીવાત હશે તો નીકળી જશે.
  • લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. 
  •  વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.
  •  ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.                                                                                                                                                       
  • -  મીનાક્ષી તિવારી
Related News

Icon