સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા થયેલી તાત્કાલિક કાર્યવાહી દરમિયાન એક કારખાનામાં ચાલતો ગોરખધંધો ઝડપાયો છે. ઘનશ્યામ નગર ખાતે આવેલા એક એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવારના રોજ પાડવામાં આવેલા દરોડા દરમિયાન મહિલા સંચાલકને ઝડપી લેવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ મહિલાઓ દેહવ્યાપારનો ધંધો કરતી હતી. જ્યારે છ ગ્રાહકોને પણ ડિટેન કરવામાં આવ્યા છે. ઘનશ્યામ નગર હાલમાં ઉદ્યોગ ક્ષેત્ર તરીકે વિકસતું જઈ રહ્યું છે. અહીં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ સાથે રહેવા માટેના રેસિડેન્સ પણ છે. ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાના આ નોંધપાત્ર કિસ્સા સામે આવ્યા છે. વરાછા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.