સુરતના ચલથાણ ગામના માજી સરપંચ મનીષભાઈ મિસ્ત્રીએ સ્વસ્તિક નગરની સામે આવેલી સાંઈ હેવન કોમ્પ્લેક્સમાં બીજા માળે ભાગીદારીમાં દુકાન રાખી હતી. આ દુકાનમાં સ્વસ્તિક નગરમાં રહેતા એડવોકેટ કેયુરસિંહ કપલેટિયા પોતાની ઓફીસ ધરાવે છે. બુધવારે મોડી સાંજે કેયુર પોતાની ઓફિસમાં હાજર હતા. ત્યારે મનીષ મિસ્ત્રીએ ફોન કરી ઓફિસના ભાડા બાબતે રકઝક કરી હતી. જે દરમિયાન મનીષ મિસ્ત્રી નજીક જ રહેતો હોય તરત કેયુરની ઓફિસે આવી પહોંચ્યા હતા.આ દરમિયાન કેયુર પોતાની ઓફિસની નીચે ઉભા હતા. તે સમયે મનીષ કેયુરભાઈની ઓફિસમાં ઘુસી કેયુરભાઈનું લેપટોપ અને કોમ્પ્યુટર તોડી ઓફિસમાં તોડફોડ કરી હતી. કેયુરભાઈએ ચલથાણ પોલીસ ચોકીનો સંપર્ક કરી આ બાબતે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ત્યારે મનીષને હાથમાં ઇજાઓ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગઈ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. આ બાબતે લઈ ચલથાણ પોલીસ ચોકીએ લોકોનું ટોળું એકત્ર થયું હતુ અને મનીષ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.