Iran-Israel War: ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શુક્રવારે (13મી જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરાયેલા એક નકશાએ વિવાદ સર્જાયો છે. આ નકશામાં ઈરાની મિસાઇલોની રેન્જ દર્શાવવામાં આવી હતી, પરંતુ તેમાં ભારતની સરહદને ખોટી રીતે દર્શાવવામાં આવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવી દીધો હતો. ત્યારબાદ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ વાંધો ઊઠાવતા IDFએ માફી માંગવી પડી હતી.

