
પોલેન્ડની ઇગા સ્વિયાતેકે શનિવારે અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-0, 6-0થી હરાવીને પોતાનું પ્રથમ વિમ્બલ્ડન અને છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું. આ સાથે, ઇગા વિમ્બલ્ડનના 114 વર્ષના ઈતિહાસમાં 6-0, 6-0ના સ્કોર સાથે ફાઈનલ જીતનાર પ્રથમ ખેલાડી બની.
ગ્રાસ કોર્ટ પર પહેલી ટ્રોફી જીતી
ફ્રેન્ચ ઓપનમાં ચાર અને યુએસ ઓપનમાં એક ટ્રોફી જીતનારી 24 વર્ષીય સ્વિયાતેકે આખરે સેન્ટર કોર્ટ પર ભરબપોરે માત્ર 57 મિનિટમાં 13મો રેન્ક ધરાવતી અનિસિમોવાને હરાવીને ગ્રાસ કોર્ટ પર પોતાની પહેલી ટ્રોફી જીતી. આઠમો રેન્ક ધરાવતી સ્વિયાતેક કુલ પોઈન્ટમાં 55-24થી આગળ રહી અને આ દરમિયાન તેણે ફક્ત 10 વિનર લગાવ્યા. પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં પહોંચેલી 23 વર્ષીય અનિસિમોવા શરૂઆતથી જ મુકાબલામાં નબળી સાબિત અને 28 અનફોર્સ્ડ ભૂલો કરી બેઠી. સ્વિયાતેકે આ રીતે લાંબા સમયથી ચાલતી ટ્રોફીના દુષ્કાળને ખતમ કરી દીધો. તેણે ગત ટ્રોફી એક વર્ષથી પણ વધુ સમય પહેલા જૂન 2024માં રોલાં ગૈરામાં જીતી હતી.
સ્વિયાતેક સામે ગત વર્ષે પ્રતિબંધ લાગ્યો હતો
સ્વિયાતેક ગત વર્ષે આ હરિફાઈથી બહાર રહી હતી. ડોપિંગ ગેસ્ટમાં ફેલ ગયા બાદ તેની સામે એક મહિનાનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેના બાદ તપાસમાં જાણ થઈ કે તેણે અજાણતા ઊંઘ ન આવવા અને જેટ લેગ માટે દવાનો ઉપયોગ કર્યો હતો.