Home / Sports : India create unwanted record despite 3 centurions in first inning of leeds test

IND vs ENG / લીડ્સમાં ટીમ ઈન્ડિયાના નામે જોડાયો અનિચ્છનીય રેકોર્ડ, ત્રણ સદી ફટકારવા છતાં બન્યું આવું

IND vs ENG / લીડ્સમાં ટીમ ઈન્ડિયાના નામે જોડાયો અનિચ્છનીય રેકોર્ડ, ત્રણ સદી ફટકારવા છતાં બન્યું આવું

લીડ્સમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી ઇનિંગમાં 471 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ત્રણ બેટ્સમેને સદી ફટકારી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. જેમાંથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 147 રન બનાવ્યા હતા. જ્યારે જયસ્વાલ 101 અને રિષભ પંત 134 રન બનાવીને આઉટ થયા હતા. આ ત્રણ સદી ફટકારવા છતાં, ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતના નામે આ અનિચ્છનીય રેકોર્ડ જોડાયો

આ મેચમાં, એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 430 રન હતો. એવું લાગતું હતું કે ભારત અહીંથી સરળતાથી 500 રનનો આંકડો પાર કરી લેશે. પરંતુ પંતના આઉટ થયા પછી, આખી ટીમ 471 રનમાં સમેટાઈ ગઈ. આ સાથે, ભારતના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઈનિંગમાં ત્રણ સદી ફટકાર્યા પછી આ સૌથી ઓછો સ્કોર હતો. અગાઉનો સૌથી ઓછો સ્કોર સાઉથ આફ્રિકાના નામે હતો.

2016માં, સાઉથ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 475 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે મેચમાં, આફ્રિકન ટીમ તરફથી સ્ટીફન કોક, હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી હતી. લીડ્સમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં, ભારતે છેલ્લી સાત વિકેટ 41 રનમાં ગુમાવી દીધી હતી અને આખી ટીમ 471 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતીય બોલરો ઇંગ્લેન્ડને શક્ય તેટલી વહેલી તકે ઓલઆઉટ કરવા માંગશે

મેચની વાત કરીએ તો, 471 રનના જવાબમાં, ઈંગ્લેન્ડે પણ બીજા દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવી લીધા હતા. ઓલી પોપ ઈંગ્લેન્ડ તરફથી સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર ઉભો છે. જસપ્રીત બુમરાહ સિવાય, અત્યાર સુધી કોઈપણ ભારતીય બોલર કંઈ ખાસ નથી કરી શક્યો. જસપ્રીત બુમરાહએ ભારતને ત્રણેય સફળતા અપાવી છે. હવે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, ભારતીય બોલરો ઈંગ્લેન્ડની ટીમને શક્ય તેટલી વહેલી તકે ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે.

Related News

Icon