ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપરા એ ફરી એકવાર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે વિશ્વનો નંબર-1 જેવલિન થ્રોઅર બની ગયો છે. તેણે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાકિસ્તાનનો અરશદ નદીમ જેવલિન થ્રોના વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાના 1445 પોઈન્ટ છે, જ્યારે પીટર્સ તેનાથી 14 પોઈન્ટ પાછળ છે. તેના 1431 પોઈન્ટ છે. જર્મનીનો જુલિયન વેબર 1407 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. નીરજ ચોપરાએ આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

