ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ આઘાતજનક ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિલાયન્સ પરિવારે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

