JD Vance India Visit : યુએસ ઉપરાષ્ટ્રપતિ JD Vance સોમવારે તેમના પરિવાર સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે ભારત આવી પહોંચ્યા છે. સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાન્સ અને તેમના પરિવારના માનમાં રાત્રિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પહેલા, વાન્સ તેમના પરિવાર સાથે અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે.

