જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટોણો માર્યો છે. સરકાર સાથે વિવાદ વિના કામ કરવા વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું, “તો પછી કેજરીવાલ જેવા પરિણામો માટે તૈયાર રહેવું પડે. હું જમ્મુ-કાશ્મીરની જનતાના સારા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યો છું.” નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ઓમર અબ્દુલ્લાહે INDIA ગઠબંધનની એકતા પર પણ પ્રશ્ન ઊભા કર્યાં હતાં.

