મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં 100 થી વધારે ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે, વક્ફ બોર્ડ તેમની એ જમીન કબ્જે કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના પર તે અનેક પેઢીઓથી ખેતી કરતા આવ્યા છે. તેઓએ જણાવ્યું કે, આ દાવો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં નોંઘ દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 300 એકર જમીન ધરાવતા 103 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.

