વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટમાં મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત હતા. આ દ્વિપક્ષીય બેઠકમાં દરમિયાન ખળખળાટ હસવાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિની વાત સાંભળીને વડાપ્રધાન મોદી સહિત સૌકોઈ ખળખળાટ હસતા જોવા મળી રહ્યા છે.

