Home / India : Direct e-memo will come to the homes of vehicles without PUC or insurance

PUC કે વીમો વગરના વાહન માલિકના ઘરે આવશે ઈ-મેમો, સરકાર દ્વારા શરૂ કરાઈ નવી ટેકનોલોજી

PUC કે વીમો વગરના વાહન માલિકના ઘરે આવશે ઈ-મેમો, સરકાર દ્વારા શરૂ કરાઈ નવી ટેકનોલોજી

કેટલાક વાહન ચાલકોને સિંગ્નલ તોડવાની આદત હોય છે, તો કેટલાકને હેલ્મેટ ન પહેરતા આદત હોય છે, ત્યારે આવા વાહન ચાલકોને CCTVમાં ઝડપી પાડી તેમના ઘરે મેમો મોકલવામાં આવતો હોય છે. જોકે હવે હરિયાણા પોલીસે પ્રદૂષણ અને વાહન ચાલકોને થતા નુકસાનને ધ્યાને રાખી વધુ એક સ્માર્ટ પગલું ભરી નવી ટેકનોલોજી વિકસાવી છે. પોલીસ માત્ર સિગ્નલ તોડનાર અને હેલ્મેટ ન પહેરનારને જ નહીં, હવે જે વાહન ચાલોક પાસે PUC કે વાહનનો વીમો ન હોય, તેને પણ સરળતાથી દંડ ફટકારી મેમો મોકલશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

PUC-વીમા વગરના વાહન ચાલકોને પકડી પાડતી નવી ટેકનોલોજીની ખાસીયત

હરિયાણા પોલીસે એક સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી છે. આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ પોલીસ કંટ્રોલ રૂમ  CCTV કેમેરા દ્વારા તમામ વાહનો પર દેખરેખ રાખી રહી છે. ‘સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમ’ ખાસીયતની વાત કરીએ તો, જો કોઈ વાહન CCTV કેમેરામાં આવે છે, તો આ સિસ્ટમ વાહનના રજિસ્ટ્રેશનની વિગતોથી તુરંત પીયુસી અને વીમાનો રેકોર્ડ તપાસવાનું શરૂ કરી દે છે. જો આમાંથી કોઈ ડોક્યુમેન્ટની વેલિડિટી ખતમ થયેલ હોય કે પછી ગુમ થઈ હોય, તો સિસ્ટમ આપોઆપ ઈ-મેમો જનરેટ કરી વાહન માલિકને મોકલી દે છે.

એક મહિનામાં 4000થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી

માત્ર ચાર મહિનામાં પીયુસી સર્ટિફિકેટ ન ધરાવતા 4144 વાહન ચાલકોને મેમો મોકલાયા છે. જ્યારે ઈન્સ્યોરન્સ વગરના 2682 વાહન ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. કરનાલના પોલીસ અધિક્ષક ગંગા રામ પુનિયાએ કહ્યું કે, ‘આ સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમ એક મહત્ત્વનું પગલું છે. અમારો હેતુ માત્ર મેમો આપવાનું નહીં, પરંતુ વાહન ચાલકોને પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે જાગ્રત કરવાનું છે. આ પગલાંથી વાહન અકસ્માતોમાં ઘટાડો થશે.’

Related News

Icon