Home / Business : 1 lakh rupees turned into 1.58 crores, this mutual fund scheme made investors rich

1 લાખ રૂપિયાના થયા 1.58 કરોડ, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે રોકાણકારોને કર્યા માલામાલ 

1 લાખ રૂપિયાના થયા 1.58 કરોડ, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે રોકાણકારોને કર્યા માલામાલ 
ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો સિલસિલો સતત ચાલુ છે. જ્યાં એક તરફ સેન્સેક્સ 81,000થી 82,000ની વચ્ચે ઉપર-નીચે થઈ રહ્યો છે, તો બીજી તરફ નિફ્ટી 50 પણ 24,000થી 25,000ની વચ્ચે ઝૂલી રહ્યો છે. શેરબજારમાં ચાલી રહેલા આ ઉતાર-ચઢાવના કારણે રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પણ આવી જ રીતે ઉપર-નીચે થઈ રહ્યા છે. આ દરમિયાન, આજે અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને નાની રકમના રોકાણમાં પણ માલામાલ બનાવી શકે છે. 
 
લોન્ચથી લઈને અત્યાર સુધી વાર્ષિક 18 ટકા રિટર્ન
Franklin India Flexi Cap Fundની શરૂઆત સપ્ટેમ્બર 1994માં થઈ હતી. આ ફંડે બેન્કોમાં 27.70 ટકા, ટેલિકોમમાં 8.29 ટકા, ફાર્મા અને બાયોટેકમાં 5.11 ટકા અને મેન્યુફેક્ચરિંગમાં 4.20 ટકા રોકાણ કર્યું છે. Franklin India Flexi Cap Fund તેના લોન્ચથી લઈને અત્યાર સુધી 18 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ હિસાબે, જો કોઈ રોકાણકારે સ્કીમના લોન્ચ સમયે તેમાં માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે 18 ટકા વાર્ષિક રિટર્નના હિસાબે તેના 1 લાખ રૂપિયા 1.58 કરોડ રૂપિયા થઈ ગયા હોત.
 
ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડે છેલ્લા 5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું?
ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડે છેલ્લા એક વર્ષમાં 9.28 ટકા, છેલ્લા 3 વર્ષમાં 19.08 ટકા, છેલ્લા 5 વર્ષમાં 27.40 ટકા, છેલ્લા 10 વર્ષમાં 13.96 ટકા અને છેલ્લા 15 વર્ષમાં 14.67 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ હિસાબે, આ ફંડે 1 લાખ રૂપિયાના રોકાણને 1 વર્ષમાં 1,09,280 રૂપિયા, 3 વર્ષમાં 1,69,030 રૂપિયા, 5 વર્ષમાં 3,35,790 રૂપિયા, 10 વર્ષમાં 3,69,760 રૂપિયા અને 15 વર્ષમાં 7,80,540 રૂપિયા બનાવી દીધા. સ્કીમનું વર્તમાન AUM (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) લગભગ 18,224 કરોડ રૂપિયા છે.
 
નોંધ : કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો. https://www.gstv.in/  કોઈપણ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી. 
Related News

Icon