IPL 2025ની 44મી મેચનું કોઈ પરિણામ ન આવી શક્યું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મુકાબલો થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા PBKSની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. PBKS તરફથી પ્રભસિમરન સિંહે 83 અને પ્રિયાંશ આર્યએ 69 રન બનાવ્યા હતા. જવાબમાં, ટાર્ગેટ ચેઝ કરવા આવેલી KKRની ટીમને ફક્ત એક જ ઓવર રમવાની તક મળી. આ પછી વરસાદને કારણે મેચ રોકવી પડી. વરસાદ બંધ થાય તેની લગભગ દોઢ કલાક રાહ જોવામાં આવી, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. અંતે, રાત્રે 11 વાગ્યે, મેચ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી.

