
અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનોનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની ૯ મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઇપીએલની ૯ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.
૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી
અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. જેના થકી અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક થઈ છે. જણાવી દઈએ કે, આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ છે.
આઇપીએલની ૯ મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંક જોઈએ તો,૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી. ૯ એપ્રિલના રોજ ૧,૭૨,૨૪૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી.
૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી. ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી. ૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી. ૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.