બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના માતા કિમ ફર્નાન્ડિસ હવે આ દુનિયામાં નથી. જેકલીનના માતા ઘણા સમયથી બીમાર હતા, તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીના માતાને થોડા સમય પહેલા હાર્ટ સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તમામ પ્રયાસો છતાં, ડોકટરો અભિનેત્રીના માતાને બચાવી ન શક્યા. આ દુઃખના સમયમાં અભિનેત્રીનો પરિવાર પણ તેને ટેકો આપવા માટે મુંબઈ પહોંચી ગયો છે.

