Home / Gujarat / Jamnagar : Young man slips while bathing in lake

Jamnagar News: 32 વર્ષીય યુવક તળાવમાં નહાવા જતાં લપસ્યો, ઉંડા પાણીમાં ગરકાવ થતાં મોત

Jamnagar News: 32 વર્ષીય યુવક તળાવમાં નહાવા જતાં લપસ્યો, ઉંડા પાણીમાં ગરકાવ થતાં મોત

Jamnagar News: ગુજરાતભરમાંથી સતત નદી તથા કેનાલમાંથી ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી એક વખત જામનગરમાંથી એક યુવકના ડુબવાની ઘટના સામે આવી રહી છે. જામનગરમાં ફુલીયા હનુમાન પાસે રહેતો અને મજુરી કામ કરતો સુનિલ બચુભાઈ બામરોલીયા નામનો બત્રીસ વર્ષનો યુવાન ગઈકાલે પાછલા તળાવમાં નહાવા માટે પડ્યો હતો. જ્યાં તેનો પગ એકાએક લપસી જતા તે પાણીના ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેને બહાર કાઢી લઈ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની કાજલબેન સુનિલભાઈ બામરોલીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે જીજી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Icon