Home / Sports : Neeraj Chopra becomes world number one Javelin Thrower

Javelin Throw Ranking / નંબર-1 બન્યો નીરજ ચોપરા, ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને છોડ્યો પાછળ

Javelin Throw Ranking / નંબર-1 બન્યો નીરજ ચોપરા, ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને છોડ્યો પાછળ

ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપરા એ ફરી એકવાર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે વિશ્વનો નંબર-1 જેવલિન થ્રોઅર બની ગયો છે. તેણે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાકિસ્તાનનો અરશદ નદીમ જેવલિન થ્રોના વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાના 1445 પોઈન્ટ છે, જ્યારે પીટર્સ તેનાથી 14 પોઈન્ટ પાછળ છે. તેના 1431 પોઈન્ટ છે. જર્મનીનો જુલિયન વેબર 1407 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. નીરજ ચોપરાએ આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 17 સપ્ટેમ્બર 2024ના રોજ પેરિસ ઓલિમ્પિક પછી નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું હતું, પરંતુ તેણે સતત શાનદાર પ્રદર્શન કરીને તે પાછું મેળવ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટે આ સિઝનની શરૂઆત સાઉથ આફ્રિકાના પોચેફસ્ટ્રૂમમાં ઈનવીટેશનલ ટૂર્નામેન્ટ જીતીને કરી હતી.

આ પછી, ડાયમંડ લીગના દોહા લેગમાં, નીરજ ચોપરાએ 90.23 મીટર ફેંકીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો અને પ્રતિષ્ઠિત 90 મીટર ક્લબમાં જોડાયો. જોકે, તેને આ સ્પર્ધામાં બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. આ ઉપરાંત, નીરજ પોલેન્ડના જાનુઝ કુસોસિન્સ્કી મેમોરિયલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજ ત્રણ વર્ષ પહેલા પીટર્સ સામે હાર્યો હતો

નીરજ ચોપરા છેલ્લે 2022માં એન્ડરસન પીટર્સ સામે હાર્યો હતો. તે મેચમાં, પીટર્સે 89.91 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજ 88.39 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. ત્યારથી, નીરજ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને દરેક મેચમાં પીટર્સને પાછળ છોડી દીધો છે. હવે તેમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ પણ 16-5 થઈ ગયો છે. લેટેસ્ટ વર્લ્ડ રેન્કિંગમાં, ટોક્યો 2020 સિલ્વર વિજેતા ચેક રિપબ્લિકનો યાકુબ વાડલેજ પાંચમા સ્થાને છે.

હવે આ સ્પર્ધામાં જોવા મળશે

નીરજ ચોપરા ક્લાસિક ઈન્ટરનેશનલ જેવલિન થ્રો સ્પર્ધા 5 જુલાઈથી બેંગલુરુમાં આયોજિત થઈ રહી છે. વિશ્વના ઘણા શ્રેષ્ઠ એથ્લેટ્સ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત, ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા સહિત 5 ભારતીય એથ્લેટ્સ પણ તેમાં પોતાની શક્તિ બતાવશે. ભારતમાં પહેલીવાર ઈન્ટરનેશનલ જેવલિન થ્રો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) તરફથી મંજૂરી મળી ગઈ છે.

Related News

Icon