NTA દ્વારા લેવાયેલી JEE Mainના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમક્યાં છે. સુરતના કલ્પ શાહે શહેરમાં પ્રથમ નંબર મેળવવાની સાથે સાથે દેશમાં 34મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આગમ શાહે રેન્ક 87 અને મોક્ષ ભટ્ટે રેન્ક 142, રાજ આર્યને 874મો રેન્ક હાંસલ કર્યા છે. જ્યારે હેત અકબરીએ 1065 અને આરવ કાપડીયાએ 1150મો રેન્ક મેળવ્યો છે. પાસ થનારા તમામે આઈઆઈટી મુંબઈમાં આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ આ સફળતા વિદ્યાર્થીઓને તેમની આકરી અને રોજે રોજની મહેનતના કારણે મળી હોવાનું કહ્યું હતું.

