Home / Entertainment : What's new on OTT? gstv

 Chitralok: OTT પર નવું શું છે? 

જિયો હોટસ્ટાર પર આજથી વેબ સિરીઝ 'ગુડ વાઇફ' આવી છે. આ નામની જ અમેરિકન સિરીઝ પરથી એ બની છે. પ્રિયામણિ મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શન અભિનેત્રી-દિગ્દર્શિકા રેવતીનું છે. આરી અર્જુનન અને સંપત રાજ પણ સિરીઝમાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નેટફ્લિક્સની ફેન્ટસી વેબ સિરીઝ 'સેન્ડમેન'ની બીજી સીઝન બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ ગઈકાલે રિલીઝ થયો. બીજો ૨૪ જુલાઈએ આવશે. કુલ ૧૧ એપિસોડ હશે.

અનિરુદ્ધ મિત્રાના પુસ્તક '૯૦ ડેઝ' પર આધારિત, 'ધ રાજીવ ગાંધી અસાસિનેશન કેસ' સિરીઝ સોની લિવ પર આવી છે. રાજીવ ગાંધીના જીવન પર અને તેમની હત્યા પર એ આધારિત છે.  નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર નાગેશ કૂકુનુરે એને ડિરેક્ટ કરી છે. 

અભિષેક બચ્ચનની ફિલ્મ 'કાલીધર લાપતા' આજે ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર છે મધુમિતા સુંદરરામન. ફિલ્મમાં નિમરત કૌર, મહમ્મદ ઝિશાન અયુબ પણ છે.

Related News

Icon