
Junagadh News: ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. એવામાં ૩૧ મેના રોજ ‘આપ’ વિસાવદર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ ગોપાલ ઇટાલિયાએ જન આર્શીવાદ યાત્રામાં ગુજરાતની જનતાને આમંત્રણ આપ્યું હતું.
’આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ સીએમ આતીશી અને ગુજરાત પ્રભારી ગોપાલ રાય હાજરી આપશે. ગુજરાત ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહશે. 31 મેના રોજ સવારે 9:30 વાગે ‘જન આશીર્વાદ યાત્રા’નું આયોજન છે. જેમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના અને સમગ્ર ગુજરાતના તમામ લોકોને આશીર્વાદ આપવા અપીલ કરી છે.