
તા. ૧૫/૦૨/૨૦૨૫ના રોજ GSTV તથા કલાસ્મૃતિના સહયોગથી શહેરની YRC - Your Reading Circle તથા અમસ્તી વાતો નામની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરના બાગ બગીચાથી માંડીને હવે એવા ગામડાઓમાં જ્યાં જાહેર પરિવહનની પણ સુવિધા નથી તેમાં વિના મૂલ્યેનું પુસ્તકાલય સ્થાપવા માટે ચરૈવેતિ પરિવારનું લોકો માટે લોકો વચ્ચે સૌથી નાની ઉંમરની દીકરી વાણી અને ઉપસ્થિત વડીલ દક્ષાબા સરદારસિંહ મોરીના હસ્તે શુભ ઉદ્ઘાટન થયું હતું.
આયોજનમાં અલ્પેશ બાળધીયા, માનસી મેરીયા, અર્પિત ચુડાસમા, રાજન પંચાલ અને અધ્યાય ખમાર (કીબોર્ડ વાદક) એ અવિનાશ વ્યાસ, ઝવેરચંદ મેઘાણીના ગીતો-ભજનો અને કબીરના દુહાઓને પોતાની ગાયિકીમાં પરોવ્યા હતા. રક્ષા ત્રાપસિયા જેમણે પુસ્તકો અને તેની સાથેનું જીવન, દિગ્વિજય ગઢવી (ગઝલકાર) તથા લોરેન્સ A.k.a. વાર્તાકારે પોતાની ગમતી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સંગીત અને સાહિત્યનો સુમેળે સમન્વય થયો હતો.
ચરૈવેતિ પરિવાર હવેથી સમાજને પુસ્તકાલયના કાર્યરૂપી ઉપયોગી થશે. પુસ્તકો અને પુષ્પની સજાવટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. જેમાં લગભગ ૮૫ જેટલા પુસ્તક તથા કલારસીકોની હાજરીથી આયોજનમાં પ્રાણ પુરાયા હતા.