
કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ- ભાજપના ઉમેદવારો પોતપોતાની પાર્ટી સમક્ષ દાવેદારી નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવવા પડાપડી કરી રહ્યા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટેની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કડી બેઠક માટે 3 ઉમેદવારના નામ હાઇકમાન્ડને મોકલ્યા છે.
કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણી અંતર્ગત ઉમેદવાર પસંદગી પ્રક્રિયા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગેનીબેન ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ,રઘુ દેસાઈ, કિરીટ પટેલ સહિતના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.
કોંગ્રેસની ટીકીટ લેવા અનેક ટીકીટ વાંચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા. કડી-છત્રાલ રોડ ઉપર હોટલ પર્લ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કડી વિધાનસભા બેઠક SC ST અનામત બેઠક છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારનું નામ ચર્ચામાં છે. કોંગ્રેસ કોના પર પસંદગીની મહોર ઉતારે છે તે જોવું રહ્યું.
બીજી તરફ ભાજપ દ્વારા પણ આજે જ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહેસાણા ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે કડી વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણીમાં ઉમેદવારી કરKadi માંગતા ઉમેદવારોના સેન્સ લેવાયા હતા. ઉમેદવારી કરવા માંગતા દાવેદારો પોતાના બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ રહ્યા ઉપસ્થિત હતા. ભાજપ તરફથી નિરીક્ષક તરીકે દિનેશભાઈ અનાવાડિયા-EX MP, કૌશલ્યા કુંવારબા-પ્રદેશ ઉપાધ્યક્ષ ,કનુભાઈ દેસાઈ - ગાંધીનગર શહેર પૂર્વ મહામંત્રી દ્વારા દાવેદાર ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી.