
'મહાભારત' પરથી પ્રેરણા લઈને તેમાં 'ગોડફાધર' સિરીઝના પ્લોટનું મીશ્રણ કરીને ભારતના આધુનિક રાજકારણના આટાપાટા પર બનાવાયેલી 2010ની ફિલ્મ 'રાજનીતિ' (Rajneeti) નો હવે બીજો ભાગ આવી રહ્યો છે. ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ આ વાતને સમર્થન આપ્યું છે.
તેણે કહ્યું છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું છે. જોકે, ફિલ્મના મૂળ કલાકારો રીપિટ થશે કે કેમ તે અંગે તેણે ફોડ નહતો પાડયો.
'રાજનીતિ' (Rajneeti) રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, અજય દેવગણ, નાના પાટેકર, મનોજ વાજપેયી સહિતના કલાકારોની મહત્ત્વની ફિલ્મ ગણાય છે. મનોજ વાજપેયીનો આ ફિલ્મનો ડાયલોગ 'કરારા જવાબ મિલેગા' એક આઈકોનિક ડાયલોગ બની ચૂક્યો છે.