
- સાદું છતાં વિરલ સ્થાપત્ય ધરાવતી સ્ટેશનની ઈમારત
ખડકપુર સ્ટેશન પર પ્લેટફોર્મ પર માનોકે કોરોમંડલ એએક્સપ્રેસ ટ્રેઈનના ચોવીસ કોચ (ડબ્બા) ઊભા રહે તો ય ખાલી જગ્યા રહે એવી જોઈ છે. અહીંના સિગ્નલ્સ પણ ઓટોમેટિક અને ઊંચી ગુણવત્તાવાળાં છે. આ સ્થળની ઓળખ એવી એક પ્રખ્યાત વાનગીની અહીં બહુ માંગ રહે છે જેનું નામ છે ''આલુ ખાસા''. સાંજ પડે સ્થાનિક રહીશો પણ એનો લાભ લે છે. વારસાગત ઈમારતનાં દર્શન અને સ્વાદનો ચટાકો પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની પણ એ આગવી પસંદ છે. ૧૮૬૦ના શતકમાં ભારતમાં અનેક સ્ટેશનોની સંરચના સામે આવી અને હવે તો આપણને ખબર જ છે કે એનો મૂળ રંગ લાલ, પીળો ને વાદળી નથી પણ મરૂન અને સફેદ છે. વળી એ બે રંગોની મેળવણીનો જાદુ આપણે અનેક સ્ટેશનોએ માણ્યો. તો, આ પ્રમાણમાં નાના સ્ટેશનની ઈમારત આડે પટે ભોંયતળિયે અને એના ઉપલા માળે થઈને સમેટાઈ જાય છે. અહીં ભીંતો, કઠંડા, સ્તંભો, બારી-બારણા ઉપર મરૂન રંગ શોભે છે જેને સફેદ કિનાર છે. સાદા ગોયિક બારણમાં ખપ પૂરતી થોડી-ઘણી કારીગરી છે જે અલબત, નોંધાઈ જ જાય. દરેક બારી-બારણાની ઉપર ગેલેરીથી ખેંચાઈને નીચે તરફ પહોંચતી એક જ રેખામાં સમાવી દેવામાં આવ્યા છે. એક સરખી આ સમરૂપતાને કારણે ઊભી લકીરોએ જાણે કે ઈમારતના તેર ભાગ ન પાડયા હોય એવી ભાસે છે ! તે એકસરખી છે, સાદી છે છતાં ભૌમિતિક મહત્ત્વ ધરાવે છે. અગાંશીએ છે મધ્યમાં કે બિન બન્ને માળની સ્તંભ રચના શ્રેણી એક સરખી છે. વળી, ભોંયતળિયાની કુંભી દ્વિસ્તરીય છે જે સાદાઈમાં સૌંદર્ય રેડે છે. મુખ્ય પ્રવેશદ્વારની બન્ને બાજુએ માત્ર ભોંયતળિયે સ્તંભદાર પરસાળ પાસેદાર જણાય છે.
ગીતાજી અને નાટયશાસ્ત્રની નોંધ યુનેસ્કોમાં
ભાતીગળ એવા આ દેશનાં ઓવરણાં લઈ ''ઘણી ખમ્મા'' વદીએ ત્યાં તો હસ્તકરાંગુલિઓના ટચાકા ફૂટે અને સસ્મિત વદને ''હાશ'' કારો થાય. કેટકેટલા વૈભવની વાતોનાં પોત વણતાં વણતાં તાણાંવાણાં જીવંત થઈ ઉઠે અને દરેકને કાંઈક કહેવું હોય ! વૈશ્વિક મહાસંસ્કૃતિઓમાંની એક એવા આ દેશને ઉપરોક્ત બે ગ્રંથોના વારસાઈ હક્કો પ્રાપ્ત થયા છે ત્યારે ભરત મુનિને યાદ કરી કલાના અનેક આયમોને નતમસ્તક વંદન કરીએ તો ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, નાટય, સાહિત્યની અગાધ રાશિનાં મનોમન દર્શન થાય. સંસ્કારભૂમિ બંગાળમાં યુગોથી કલાઆરાધના થતી આવે છે એમ અન્ય રાજ્યોને પણ આ પરંપરાનાં અજવાળાં અજવાળી રહ્યા છે. પેલા ખડક પુરથી જ ચાલોને ટ્રેન દ્વારા પહોંચી એ મધ્ય પ્રદેશે ! આ રાજ્ય પણ કલાઉપાસનાનું સાક્ષી છે. આ જ ભૂમિ પર ભીમ બેટકા, સાંચીનો સ્તૂપ, ખજુરાહો અને ભેડાઘાટ છે. ગ્વાલિયર શહેરને ભવ્ય ભૂતકાળના ઈતિહાસની ભેટ મેળવી છે. ત્યાંના રાજવંશોની ગરવાઈ ગ્વાલિયરની નસેનસમાં વહે છે. ગ્વાલિયર રે.સ્ટે.ની રચના ૧૮૮૧માં થઈ. તે ઉત્તર મધ્યરેલ અંતર્ગત આવે છે. તે ઝાંસી ડિવિઝનનો એક ભાગ છે જેને ૧૯૮૭,૮૯ અને ૯૨માં સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હતો. હાલ અહીં યાત્રીઓ માટે પ્રત્યેક સુવિધા ઉપલબ્ધ છે. દેશભરના સ્ટેશનોમાં થનાર પુનઃવસનનો લાભ ગ્વાલિયરને પણ મળશે ત્યારે અદ્વિતીય વારસાગત સ્થાપત્યને ખાસ ઉજાગર કરાશે એવા એંધાણ છે. પ્રસ્તુત સ્ટેશન ગ્વાલિયર ફોર્ટ-કિલ્લાની રચના આધારિત બનાવવામાં આવ્યું છે જે પીળા રેતિયા પથ્થરનો વૈભવ ધરાવે છે. ચાર પ્લેટફોર્મ અને છ પાટાજોડ ધરાવતા
આ મધ્યમકદના સ્ટેશનની એક આગવી છાપ એ છે કે તે શહેર મધ્યે સ્થિત છે. સમૃધ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વાતાવરણમાં તે શ્વસે છે.
ગ્વાલિયરના હૃદય સમા વિસ્તારમાં કિલ્લાની બહુમૂલી સંરચના
તો, ગ્વાલિયર સ્ટેશન સમક્ષ ઊભાં રહીએ તો કિલ્લામાં પ્રવેશ કરવાનો છે એવો ભાવ જાગે. ઈમારત મધ્યે ત્રણ ગૉથિક શૈલીના દરવાજાવાળો કિલ્લા જેવો ભાગ જાજરમાન અને વજૂદવાળો લેખે. પ્રવેશદ્વારની ઉપર વળી ગૉથિક દરવાજા ઉપરથી ગોળાકાર કમાનવાળા તો તે હોય જ પરંતુ અહીં તો તેની ગોળાઈ નીચે ઉતરતાતા જ તેજ અટકે, બન્ને કોર - ડાબે જમણે થોડીક ખચકાય અને સહેજ ફેલાય - તેથી આકાર ખાંચેદાર બનીને બન્ને દિશાઓને પકડી દે તેથી સ્થાપત્યની અન્ય નવી જ શૈલીનો આભાસ થાય. દરવાજાઓની મધ્યે કુલ ચારમદલ ટેકો કર્યાનો ભાવ રજુ કરે. બન્ને બાજુએ છત્રીની સંરચના એની ઉપર નાનો ગુંબજ અને નીચે સ્તંભો તેને ઝરૂખા સમકક્ષ બતાવે. તેની ઉપર કઠેડોય ખરો. નીચેના પ્રવેશદ્વારોની ઉપર છે તે કઠેડા બન્ને બાજુથી જરા નાનો દેખાય. તેની કિનાર પથ્થરોના ચપટા સ્લેબથી આડી મઢેલી છે. તેને બન્ને છેડે ગુંબજવાળી એક એક છત્રી દેખાય. ચારેય ગુંબજ પરની ટોચ અત્યંત ધ્યાનાકર્ષક છે. ગુંબજો વચ્ચેના સફેદ પાટિયા પર સ્ટેશનનું નામ દેખાય. ભોંયતળિયાના ત્રણ દરવાજા ઉપરના ભાગની વચ્ચે આડા ટેકા (મદલ)ની શ્રેણી ઉપરના ભાગને તેડીને ઊભેલી લાગે. પ્રવેશની બન્ને બાજુએ માત્ર ભોંયતળિયા પર ગોથિક બારી-બારણાં સાથેની આડી શ્રેણી જણાય જે કિલ્લાની બાંધણી પર આધારિત પીળાશ પડતા રેતિયા પથ્થરની છે. આ યુરોપિયન અસરયુક્ત પથ્થરની ગોઠવણી ક્લાસિક-અનેરી ભાત રચે છે ત્યારે એને અપલક જોવી પડે ! સિંધિયા વંશે જાળવી રાખેલા આ વારસા ઉપરાંત નગરમાં અન્ય હેરિટેજ સ્થળો-મંદિરો, મહેલ, અન્ય કિલ્લો, મ્યુઝિયમ ઈત્યાદિ છે જે શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.
લસરકો :
નવી સ્થાપત્ય રચનાનાં કંકુ પગલાં થતાં જ પ્રાચીન સ્થાપત્ય શૈલીથી પ્રેરિત આધુનિક-સુંદર સ્થાપત્યનું સ્વપ્ન પૂર્ણ થાય એ જ સ્વપ્ન !
ખડકપુર રે.સ્ટે.ની સ્થાપના 1898-99 દરમ્યાન થઈ
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે ભારતના દરેક રાજ્યની પ્રકૃતિદત્ત ખાસિયત અને શોભાને પોતાના સાહિત્યમાં ઊંચેરું સ્થાન આપ્યું છે. આપણા રાષ્ટ્રગીતમાં પણ એમણે વિવિધ રાજ્યોનો કમાનુસાર ઉલ્લેખ કરી તેનો મહિમા કર્યો છે. બસ, એ જ ભાવનાને સણરે, એમના માર્ગદર્શનના અણસારે આપણે પ્રાકૃતિક તત્ત્વો ઉપરાંત કલાના વિવિધ માધ્યમોનો સહારો લઈ કળાની ખોજમાં ડગ માંડયા છે અને માનવસર્જિત કળાના પ્રહરી જેવા રેલ્વે સ્ટેશનોનો નઝારો અણેભાવપૂર્વક આત્મસાત કરી રહ્યા છીએ ત્યારે પશ્ચિમ બંગાળના જ ખડગપુર રેલ્વે સ્ટેશને જઈ સાહિત્ય અને કલાના પ્રતિનિધિ જેવા બંગાળ રાજ્યની સોડમને માંણીએ. અહીંના કોલઘાટ પગથારે ઊભા રહી રૂપનારાયણ નદી ઉપરના સેતુની મનભર સરાહના કરીએ. ૧૯ એપ્રિલ - ૧૯૦૦ના રોજ આ પુલ ખુલ્લો મૂકાયેલો- જે ખડકપુરને હાવરા સાથે જોડે છે. દેશભરના દરેક રેલ્વે રૂટ સાથે સંલગ્ન એવી ટ્રેઈન્સ આ સ્ટેશનથી ઉપડે છે અને ત્યાં આવે છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લાનું આ ગામ તેના સ્ટેશનના અતિ લાંબા પ્લેટફોર્મને કારણે ઓળખાય છે. વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મમાં ખડકપુરનો નંબર ચોથો આવે છે. દેશમાં પ્રથમ હુબલી (કર્ણાટક જંકશન) બીજું ગોરખપુર (ઉ.પ્ર.) અને ત્રીજુ કોલ્લમ (કેરાલા) સ્ટેશન એના એન્જિન કહેવાય. અહીંનું પ્લેટફોર્મ ૧૦૭૨.૫ મીટર લાંબુ છે. ગોરખપુરના આદર્શ નમૂના પછી ૬ ઓક્ટોબર-૨૦૧૩માં આ સ્ટેશને પણ નૂતન સૂરજનો ઉદય જોયો. ખડકપુરને એશિયાનું સૌથી લાંબુ રેલ્વે સોલિડ સ્ટેટ ઈન્ટરલોકિંગ સિસ્ટમનું નજરાણું મળ્યું. (પાટાના ક્રોસ કનેકશન માટેની આધુનિક પ્રણાલી) લાંબા સમયથી ઈલેકિટ્રફાઈડ આ સ્ટેશન પર આધુનિક ઈજનેરી અભ્યાસ સારુ આવતા વિદ્યાર્થીઓની અવર-જવરથી વાતાવરણ પ્રફુલ્લિત રહે છે.