
સુરેન્દ્રનગર વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના નાની મોલડી નજીકથી 16 વર્ષીય યુવકનું અપહરણ કરી અજાણ્યા શખ્સો નાશી છૂટ્યા હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કાયદો અને વેવસ્થા કથળી છે. વધુ એક અપહરણની ઘટનાને લઈ ચકચાર મચી ગયો છે. સુરેન્દ્રનગરના નાની મોલડી નજીકથી 16 વર્ષીય યુવક સુરેશ વાઢેર નામના યુવકનું અપહરણ થયું છે. યુવક સુરેશ વાઢેરનું અપહરણ થયાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. CCTV સહિતના ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.