નર્મદા પરીક્રમામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞનો ઝગમગતો અનોખો સેવા કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર વર્ષથી પરિક્રમાવાસીઓ માટે જય ભોલે ગ્રુપની અનોખી સેવા ચાલુ છે. ધોમધખતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિના મુલ્યે ચા, નાસ્તા, ભોજનની સુવિધાઓ આપતાં સેવાભાવી કાર્યકરોનો અદ્ભૂત સેવાભાવ આપવામાં આવે છે. આ દસ દિવસમાં 7000 કિલો અનાજ, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજી વપરાઈ ગયું છે. જે અત્યાર સુધી બે લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા નાસ્તા ભોજનની સુવિધાનો લાભ લીધો છે. હજી બીજા બાકી દિવસોમાં લાખોની સંખ્યામાં લોકો લાભ લેશે. જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.