
આઈપીએલ-2025માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. જો કે, પંજાબની ઇનિંગ બાદ જ્યારે કોલકાતાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે પહેલી ઓવર બાદ અચાનક વરસાદ શરૂ થઇ જતા મેચ રદ કરાઇ છે. જે પછી બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે.